આજના આધુનિક અને ઝડપી યુગમાં આપણે ઘણીવાર આપણા સ્વાસ્થ્યને નજર અંદાજ કરી દેતા હોઈએ છીએ, ભાગદોડ વાળું જીવન, તણાવ અને ખરાબ ખાણીપીણી આપણા શરીર અને મનને અંદરથી ખોખરુ કરી નાખે છે. પણ શું તમે જાણો છો કે હજારો વર્ષ જૂનું આપણું આયુર્વેદ આપણને એવા સરળ ઉપાયો આપે છે જેનાથી આપણે ડોક્ટરની જરૂર વગર પણ સ્વસ્થ રહી શકીએ છીએ.
આજે આપણે આયુર્વેદની એવી માહિતી જાણીશું કે, જે નાની નાની આદતોથી આપણા શરીર ને કેવા ફાયદાઓ થઇ શકે છે, તો શું તમે ખરેખર તૈયાર છો? તો ચાલો હું આજે તમને જાણવું આયુર્વેદના નાના પણ કામના નુસખા.

1. સવારનો આ એક ગ્લાસ જે બદલી નાખશે તમારું જીવન
આયુર્વેદમાં સવારનો સમય ખૂબ જ ખાસ માનવામાં આવે છે સૂર્યોદય પહેલા ઉઠવું એ તમારા શરીર અને મન બંનેની તાજગી માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય છે.
- ગરમ પાણીનો ચમત્કાર: સવારે ઊઠીને એક ગ્લાસ હુંફાળું પાણી પીવું જોઈએ આવું કરવાથી આપણું પાચનતંત્ર ખૂબ જ મજબૂત થઈ જતું હોય છે અને શરીરમાં જામેલા ઝેરી તત્વોને બહાર કાઢી નાખવાનું કામ કરે છે જો આ પાણીમાં થોડું લીંબુ અને મધ ઉમેરવામાં આવે તો તેની અસર બમણી જોવા મળતી હોય છે.
- જીભની સફાઈનું રહસ્ય: જીભ ઉપર જામેલી ગંદકી આપણા સ્વાસ્થ્યને ખુબ જ નુકસાન પહોંચાડી શકે છે, જીભ સાફ કરવાના સાધનથી દરરોજ સફાઈ કરવી જોઈએ જેનાથી મોઢાની દુર્ગંધ પણ દૂર રહેશે અને પાચનક્રિયા પણ સારી થશે.
- તેલની માલિશ નો જાદુ: શરીર પર નાળિયેર કે તલના તેલથી હળવી માલિશ કરો આનાથી રક્તભિસરણ સુધરશે અને ત્વચા ચમકી ઉઠશે.
2. ખાવાની આદતો સુધારો અને તંદુરસ્ત રહો
આયુર્વેદમાં કહેવામાં આવે છે કે “જેવું ખાશો, તેવું થશો.” જો ખોરાકને સાચી રીતે ખાવામાં આવે તો તમારું ભોજન જ તમારી દવા બની શકે છે.
- મોસમ પ્રમાણે ખાઓ: ઉનાળામાં ઠંડી અસર કરતા ફળો ખાવા જોઈએ જેમ કે તરબૂચ, દ્રાક્ષ અને શિયાળામાં ગરમ અસર કરતી વસ્તુઓ ખાવી જોઈએ જેમ કે ગોળ અને બદામ.
- ગરમ અને તાજું ભોજન: ઠંડુ કે વાસી ભોજન ખાવું ન જોઈએ. આયુર્વેદમાં ગરમ ભોજન ખાવાથી પાચન શક્તિ મજબૂત થાય છે એવું માનવામાં આવે છે.
- ત્રણ મસાલાનો ઉપયોગ: તમારા ભોજનમાં હળદર, જીરુ અને ધાણા ઉમેરો. આ ત્રણેય મસાલા પાચન ક્રિયા સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
3. તણાવ દૂર કરવાની આયુર્વેદિક રીત
આજના સમયમાં તળાવ એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે પણ આયુર્વેદમાં જોઈએ તો તેનો પણ ઉકેલ છે.
- ધ્યાન અને પ્રાણાયામ: દરરોજ 10 થી 15 મિનિટ ધ્યાન કરવું જોઈએ. અને અનુલોમ વિલોમ જેવા પ્રાણાયામ કરવા જોઈએ. આનાથી મન શાંત રહે છે અને ઊંઘ પણ સારી આવે છે.
- અશ્વગંધાનું સેવન: અશ્વગંધાએ એક આયુર્વેદિક ઔષધી છે જે તણાવ ઘટાડે છે અને શરીરની અંદર ઉર્જા આપવાનું કામ કરે છે જો તેને ગરમ દૂધ સાથે લેવામાં આવે તો એ ખૂબ જ સારી રીતે ઉપયોગી બની શકે છે, પણ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
- તુલસીની ચા: તુલસીના પાંદડા ની ચા પીવાથી મન હળવું થાય છે અને શરદી ઉધરસ જેવી નાની નાની સમસ્યાઓ પણ દૂર રહે છે.
4. રાતનું રૂટિન જે બનાવશે તમને સ્વસ્થ
આયુર્વેદમાં રાતનો સમય શરીરના આરામમાં આપવા માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વનો માનવામાં આવે છે
- રાત્રે હળવું ભોજન: રાત્રે હળવું અને સરળતાથી પચી જાય તેવું ભોજન લેવું જોઈએ, જેમ કે ખીચડી અને દાળ રોટલી. ભારે ભોજનથી પાચન પર ખરાબ અસર પડે છે અને પાચન ક્રિયા પણ બગડવાની સંભાવના રહે છે.
- ગરમ દૂધનો ગ્લાસ: સુતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં ચપટી હળદર નાખીને પીવું જોઈએ આનાથી ઊંઘ સારી આવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.
- પગની માલિશ: સુતા પહેલા પગના તળિયે ઘી કે તેલ લગાવીને માલિશ કરવું જોઈએ આનાથી થાક દૂર થાય છે અને નિંદ્રા ગાઢ આવે છે.
આ પણ વાંચો: યોગ અને ધ્યાનની આ ટિપ્સથી બદલાઈ જશે તમારું જીવન: શાંતિનો રસ્તો ખોલો!
5. ઋતુ પ્રમાણે આયુર્વેદિક ટિપ્સ
આયુર્વેદમાં ઋતુ પ્રમાણે જીવન શૈલી બદલવાની સલાહ આપવામાં આવે છે. આપણે અહીં મુખ્ય ત્રણ ઋતુઓ જોવા મળે છે જેમ કે શિયાળો, ઉનાળો અને ચોમાસુ.
- ઉનાળામાં: ઠંડુ પાણી, નાળિયેર પાણી અને છાશ પીવી જોઈએ અને બહારનું તળેલું ખાવાનું ટાળવું જોઈએ.
- શિયાળામાં: ગરમ પાણી, સુપ અને ગોળનું સેવન કરવું જોઈએ, તલનું તેલ લગાવવાથી શરીર ગરમ રહે છે.
- ચોમાસામાં: ઉકાળેલું પાણી પીવું જોઈએ અને હળવું ભોજન લેવું જોઈએ જેનાથી પાચન ક્રિયા સારું રહે છે.
6. નાની આદતો, મોટો ફાયદો
આયુર્વેદમાં નાની નાની આદતો પણ મોટું પરિણામ આપે છે
- ચાલવાની આદત: દરરોજ ૨૦ થી ૩૦ મિનિટ ચાલવાથી શરીર સ્વસ્થ રહે છે.
- સમયસર ઊંઘ: રાત્રે 10 વાગ્યા સુધીમાં સુઈ જવું અને સવારે વહેલા 06:00 વાગ્યે ઉઠવું એ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
- હસતા રહો: હસવાથી મન હળવું થાય છે અને શરીરમાં સકારાત્મક ઊર્જા વધે છે.
તો દોસ્તો, આ બધું લખતા લખતા મને પોતાને લાગે છે કે આયુર્વેદ આટલું બધું સરળ છે કે આપણે બધા એને રોજની જિંદગીમાં અપનાવી શકીએ છીએ. મેં તો આમાંથી ઘણું ટ્રાય કર્યું છે જેમ કે સવારનો ગરમ પાણી, રાતનો હળવું ખાવું અને થોડું ચાલવું. અને સાચે જ આનાથી મને ઘણો ફરક પડ્યો છે. એવું નથી કે આ બધું એક જ દિવસમાં કરવું પડે પણ ધીમે ધીમે શરૂ કરીએ તો શરીર અને મનને ટેવ પડી જાય અને બંને ખુશ રહે.
આજના જમાનામાં ડોક્ટર પાસે દોડવા કરતા ઘરે જ થોડી સાવચેતી રાખીએ તો ઘણા બધા રોગો આપણાથી દૂર રહે. મારો એક મિત્ર હંમેશા કહેતો કે “આયુર્વેદ એટલે નાની વાતોમાં મોટી તાકાત.” અને સાચે જ, આ નાની નાની આદતો એ મને એનર્જી આપી અને ટેન્શન ઓછું કરી સારી ઊંઘ પણ આપી છે.
તો તમે પણ શા માટે નથી ટ્રાય કરતા? આજથી જ એક નાનો પગલું ભરો જેમકે ગરમ પાણી પીવાનું શરૂઆત કરો, રાત્રે થોડું વહેલા સૂવાનું કરો. ધીમે ધીમે આ બધું તમારી આદત બની જશે, અને એક દિવસ તમને પણ લાગશે કે આયુર્વેદ જીવન ને કેટલું સરળ અને સુંદર બનાવી શકે છે. સ્વસ્થ રહેવું એ તમારા હાથમાં છે તો ચાલો આજથી શરૂઆત કરીએ.